Jyare Pranay Ni Jag Ma Sharuat Thai Hashe Lyrics Gujarati Songs Lyrics


 "Gujarati Songs" "Gujarati Songs Lyrics" "Gujarati Gazals"  "Gujarati Gazal Lyrics"



"જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે Lyrics" "Jyare Pranay Ni Jag Ma Sharuat Thai Hashe Song Lyrics"

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.




Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Gujarati Gazal Lyrics - Jyare Pranay Ni Jag Ma Sharuat Thai Hashe Song Lyrics shared at Songs Lyrics Ever.



Back To Top